mari mata mari mata - Lokgeeto | RekhtaGujarati

મારી માતા મારી માતા

mari mata mari mata

મારી માતા મારી માતા

મારી માતા મારી માતા રોટલા કરવા બેઠાં,

હાથે ચૂડો ને જાણે રાજવેણ બેઠાં.

ભઈની સાસુ ભઈની સાસું રોટલા કરવા બેઠાં,

હાથ બૂચા ને જાણે વાઘરેણ બેઠાં.

મારો દાદો, મારો દાદો ગામમાંથી આયા,

હાથમાં સોટીને જાણે માસ્તર આયા.

ભઈનો સસરો ભઈનો સસરો ગામમાંથી આયા,

બોડું માથું ને જાણે બુઢિયો રે આયો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 273)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957