chyan chyanni - Lokgeeto | RekhtaGujarati

ચ્યાં ચ્યાંની

chyan chyanni

ચ્યાં ચ્યાંની

ચ્યાં ચ્યાંની જાંનો રે બે મોર લ્યો,

મઈયરિયાની જાંનો રે બે મોર લ્યો!

સાગ સીસવની વેલ રે બે મોર લ્યો,

બે કલોલિયા બળદ રે બે મોર લ્યો!

મઈયરિયાં શું જમશી રે બે મોર લ્યો,

ઘી ને ઘેબર જમશી રે બે મોર લ્યો!

સાસરિયાની જાનો રે બે મોર લ્યો -

આખા ડોકાની વેલ રે બે મોર લ્યો!

બે ઊંદરડા બળદ રે બે મોર લ્યો!

સાસરિયા શું જમશી રે બે મોર લ્યો,

તેલ ને ઢૂંઢાં જમશી રે બે મોર લ્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 274)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957