bajariye raDho lagi - Lokgeeto | RekhtaGujarati

બાજરિયે રઢો લાગી

bajariye raDho lagi

બાજરિયે રઢો લાગી

બાજરિયે રઢો લાગી રે, ભવાનપોરનું બાજરિયું.

મારા ગામના કુંભારી રે! વીરા તમને વેંધવું;

મારો ગરબો ભલેરો લાવો રે! ભવાનપોરનું.

બાજરિયે રઢો લાગી રે, ભવાનપોરનું બાજરિયું.

મારા ગામના સુતારી રે! વીરા તમને વેંધવું;

મારો ગરબો ભલેરો કોરી આલો રે! ભવાનપોરનું.

મારા ગામના લવારી રે! વીરા તમને વેંધવું;

મારો ગરબો ભલેરો જડી આલો રે! ભવાનપોરનું.

મારા ગામના પેંજારી રે! વીરા તમને વેંધવું;

મારા ગરબે દિવેટો લાવો રે! ભવાનપોરનું.

મારા ગામના ઘાંચીડા રે! વીરા તમને વેંધવું;

મારા ગરબે તેલડાં લાવો રે! ભવાનપોરનું.

મારા ગામના પટોલી રે! દાદા તમને વેંધવું;

મારા ગરબે ચોચીઓ મેલાવો રે! ભવાનપોરનું.

મારા ગામના ઘૈડેરા રે! દાદા તમને વેંધવું;

મારો ગરબો ભલેરો વખાણો રે! ભવાનપોરનું.

મારા ગામની દીચરીઓ રે! વીરા તમને વેંધવું;

મારો ગરબો ભલેરો ગવરાવો રે! ભવાનપોરનું.

મારા ગામની વહુવારુ ભાંજઈ તમને વેંધવું;

મારો ગરબો ભલેરો રમાડો રે! ભવાન પોરનું.

મારા ગામના મોટિયાળા રે! વીરા તમને વેંધવું;

મારો ગરબો ભલેરો ઓળાવો રે! ભવાનપોરનું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 266)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957