uth re alasuDa - Lokgeeto | RekhtaGujarati

ઊઠ રે આળસુડા

uth re alasuDa

ઊઠ રે આળસુડા

ઊઠ રે આળસુડા તારે નદીયાં ટાણાં!

અરે ઊઠ રે આળસુડા તારે નાવણ ટાણાં!

આઘીપાછી જા મા ગોરી જેઠ કરી નવરાવ ગોરી!

અરે ઊઠ રે આળસુડા તારે મોંએ લાય લાગી!

આઘીપાછી જા મા ગોરી જેઠ કરી ઓલવ ગોરી!

ઊઠ રે આળસુડા તારે ભોજન વેળા થઈ!

આઘીપાછી જા મા ગોરી જેઠ કરી ધવરાવ ગોરી!

ઊઠ રે આળસુડા તારે રમવા વેળા!

અંધાપો ગોરી અંધાપો જેઠ કરીને રંડાપો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964