uncho lebun re range - Lokgeeto | RekhtaGujarati

ઊંચો લેબું રે રંગે

uncho lebun re range

ઊંચો લેબું રે રંગે

ઊંચો લેબું રે રંગે પાતેળો રે....

ઊંટાના ઊંટેડા ઠાકોર ચાં વોર્યા રે.

વોર્યા રબારીને હાટ. એની સાદડીએ મારાં દલે રોળ્યાં રે....

ઊંચો લેબું રે રંગે પાતેળો રે....

કેડ્યને કંદોરા ઠાકોર ચાં વોર્યા રે.

વોર્યા સોનીડાને હાટ એની સાદડીએ મારાં દલે રોળ્યાં રે.

ઊંચો લેબું રે રંગે પાતેળો રે....

કોટના દોરેડા ઠાકોર ચાં વોર્યા રે....

વોર્યા સોનીડાને હાટ એની સાદડીએ મારાં દલે રોળ્યાં રે

ઊંચો લેબું રે રંગે પાતેળો રે....

કાનના કંઠોડા ઠાકોર ચાં વોર્યા રે....

વોર્યા સોનીડાને હાટ એની સાદડીએ મારાં દલે રોળ્યાં રે.

ઊંચો લેબું રે રંગે પાતેળો રે....

અંતરની સીસીઓ ઠાકોર ચાં વોરી રે....

વોરી વોરીલાને હાટ એની સાદડીએ મારાં દલે રોળ્યાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 168)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનસુખરામ ના. પાઠક
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959