unchi unchi re - Lokgeeto | RekhtaGujarati

ઊંચી ઊંચી રે

unchi unchi re

ઊંચી ઊંચી રે

ઊંચી ઊંચી રે આંબલિયાની ડાળ

નીચા બંધાવો હીંચકા રે

બેચરભાઈને હીંચકા બંધાવો રે

લીલા વહુને નાનપણ સાંભર્યાં રે.

ભાંગી ભાંગી રે આંબલિયાની ડાળ.

ભાંગ્યાં લીલાવહુનાં હાડકાં રે

બાબુભાઈ રે લીલા વહુના ભઈ

તમે લાવો રે બત્રીસું કાટલું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959