uncha timbe jiru wawyun - Lokgeeto | RekhtaGujarati

ઊંચા ટીંબે જીરૂ વાવ્યું

uncha timbe jiru wawyun

ઊંચા ટીંબે જીરૂ વાવ્યું

ઊંચા ટીંબે જીરૂ વાવ્યું, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

રે જીરું ગાય ખાઈ ગઈ, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

ગાયે મને દૂધ આપ્યું, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

દૂધ લઈને સસરાને પાયું, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

ચુંદડી ઓઢી પાણી જઈ’તી, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

ચુંદડીનો એક છેડો પલળ્યો, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

રે ચુંદડી મોતિયે સૂકવી, ઢંઢોરા ભઈ ઢંઢોરા!

એવા જોને કાગભાઈ આયા, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

ચુંદડી લઈને કાગ ઊડી જ્યા, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

ચુંદડી પે’રી દળવા બેઠી, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

બંગડી ખખડે ને સાસુ બફડે, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

ઊંચા ટીંબે જીરુ વાવ્યુ, ઢંઢેરા ભઈ ઢંઢેરા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 146)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966