ઉં તો બોદ્દીએ બોર ખાવા જઈલી રે
un to boddiye bor khawa jaili re
ઉં તો બોદ્દીએ બોર ખાવા જઈલી રે,
તાંથી ધરમ દઈને પડેલી રે.
મારી હાહુએ લીધી લાઠી રે,
ઉં તો ઉભી બજારે નાઠી રે.
મારો મૂઓ જલમનો માંદો રે,
મારો કાઢી લાઈખો ચોટલાનો કાંદો રે.
મેં તો પૈહાના લીધા કાંદા રે,
મેં તો પૈહાનું લીધું મીઠું રે.
મંઈ તેલ લાખીને વઘાર્યા રે,
ઉં તો બોદ્દીએ બોર ખાવા જઈલી રે.
un to boddiye bor khawa jaili re,
tanthi dharam daine paDeli re
mari hahue lidhi lathi re,
un to ubhi bajare nathi re
maro muo jalamno mando re,
maro kaDhi laikho chotlano kando re
mein to paihana lidha kanda re,
mein to paihanun lidhun mithun re
mani tel lakhine wagharya re,
un to boddiye bor khawa jaili re
un to boddiye bor khawa jaili re,
tanthi dharam daine paDeli re
mari hahue lidhi lathi re,
un to ubhi bajare nathi re
maro muo jalamno mando re,
maro kaDhi laikho chotlano kando re
mein to paihana lidha kanda re,
mein to paihanun lidhun mithun re
mani tel lakhine wagharya re,
un to boddiye bor khawa jaili re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 198)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966