ugatDi dharti tamba warni re - Lokgeeto | RekhtaGujarati

ઉગતડી ધરતી તાંબા વરણી રે

ugatDi dharti tamba warni re

ઉગતડી ધરતી તાંબા વરણી રે

ઉગતડી ધરતી તાંબા વરણી રે—પાબુ પરણી જે.

સોવાનિયો સટિયો ખાબુ રે હાથ મેં—પાબુ પરણી જે.

લગનારાં નારેલ આયાં રે—પાબુ પરણી જે.

રાવજી સીકાવત ઘોટા ... —પાબુ પરણી જે.

બજાર માથે ખડિયા રે ... —પાબુ પરણી જે.

લીલેરા નારેલ પાવાગઢ શું આયાં રે —પાબુ પરણી જે.

રસપ્રદ તથ્યો

ઘણી જગ્યાએથી માગાનાં નાળિયેર આવ્યાં, પણ પરણવા માટે પાબુનું મન માનતું નથી. જ્યારે ઉગમણી ધરતીનાં પાવાગઢી લીલાં નાળિયર આવ્યાં ત્યારે જ પાબુ પરણવા ત્યાર થયો. તેવો ભાવ રજુ કરતું ગીત વાડજની લુહારિયા બહેનો પાસેથી મળ્યું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966