udo phento ne marun dal cheem rijhe - Lokgeeto | RekhtaGujarati

ઉદો ફેંટો ને મારું દલ ચીમ રીઝે

udo phento ne marun dal cheem rijhe

ઉદો ફેંટો ને મારું દલ ચીમ રીઝે

ઉદો ફેંટો ને મારું દલ ચીમ રીઝે જી રે,

ફેટાંની હડજડ મેલો પાલણપુરી ફેંટો જી રે.

કડી શેર જાવ તો મને કે’તા રે જાજ્યો,

કડી શેરનાં કડલાં લાવો, પાલણપુરી ફેંટો જી રે.

લાઈને માનેતીને આવો પાલણપુરી ફેંટો જી રે.

વાલમ શેર જાવ તો મને કે’તા રે જાજ્યો,

વાલમની વાળિયું લાવો પાલણપુરી ફેંટો જી રે.

લાઈને માનેતીને આલો, પાલણપુરી ફેંટો જી રે.

હાંહલપર જાવ તો મને કે’તા રે જાજ્યો,

હાંહલની હાંહડી લાવો પાલણપુરી ફેંટો જી રે.

લાઈને માનેતીને આલો, પાલણપુરી ફેંટો જી રે.

ઘોઘા શેર જાવ તો મને કે’તા રે જાજ્યો,

ઘોઘાના ઘૂઘરા લાવો પાલણપુરી ફેંટો જી રે.

લાઈને માનેતીને આલો, પાલણપુરી ફેંટો જી રે.

સૂરત શેર જાવ તો મને કે’તા રે જાજ્યો,

સૂરતની સાડિયું લાવો પાલણપુરી ફેંટો જી રે.

લાઈને માનેતીને આલો, પાલણપુરી ફેંટો જી રે.

અરખામણી આંહુડાંઝેરે પાલણપુરી ફેંટો જી રે.

ફેંટાની હડચડ મેલો પાલણપુરી ફેંટો જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966