unDo kuwo mas sankDo ho ram - Lokgeeto | RekhtaGujarati

ઊંડો કુવો મસ સાંકડો હો રામ

unDo kuwo mas sankDo ho ram

ઊંડો કુવો મસ સાંકડો હો રામ

ઊંડો કુવો મસ સાંકડો હો રામ,

કાંઠે પડિયો વસિયેવ વાગ;

મોરી સૈયરૂંનાં દુખ હરિ જાણજો.

દેરાણી જેઠાણી પાણી સંચર્યાં,

જેઠાણીને ડસિયો કાળો નાગ;

મોરી સંયરૂંનાં દુખ હરિ જાણજો.

દેશ પરદેશના વૈદડા તેડાવો,

તો મારી સોનલ બઈને કાજ;

મોરી સૈયરૂંનાં દુખ હરિ જાણજો.

હાથે પગે બાઈને ત્રાજ્વાં હો રાજ (2)

એવાં મારા સોનલ બાઈનાં રૂપ,

મોરી સૈંયરૂંના દુખ હરિ જાણજો.

દેશ પરદેશના સોનીડા તેડાવો (2)

તો મારી સોનલ બાઈને કાજ;

મોરી સૈયરૂંનાં દુખ હરિ જાણજો.

ચંદન સુખડનાં લાકડાં મંગાવો (2)

તો મારી સોનલ બાઈને કાજ;

મોરી સૈયરૂંનાં દુખ હરિ જાણજો.

રસપ્રદ તથ્યો

દેરાણી અને જેઠાણી ગામને પાદર પાણી ભરવા ગયાં, ત્યાં જેઠાણીને સાપ કરડ્યો; તેનું કરૂણ ગીત માંડળ ગામની તુરી બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 128)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966