suni re Deli ne suna Dayra - Lokgeeto | RekhtaGujarati

સુની રે ડેલી ને સૂના ડાયરા

suni re Deli ne suna Dayra

સુની રે ડેલી ને સૂના ડાયરા

સુની રે ડેલી ને સૂના ડાયરા,

સુનાં છે કંઈ રામાવાળાનાં રાજ રે;

ઘેલી ગરના રાજા, વાવડી છોડીને વેરે નીકળ્યા.

પેલી રે ભાંગી પોતાની વાવડી,

પછી ભાંગ્યાં ગાયકવાડી ગામ રે;

ઘેલી ગરના રાજા, વાવડી છોડીને વેરે નીકળ્યા.

પાણી રે પાતા પટલને મારિયો,

વાંહે છૂટી છે ગાયકવાડી ફોજ રે;

ઘેલી ગરના રાજા, વાવડી છોડીને વેરે નીકળ્યા.

પાટુ રે મારીને પટારો તોડિયો,

વાગી ગઈ કંઈ ડાબા પગમાં ચૂંક રે;

ઘેલી ગરના રાજા, વાવડી છોડીને વેરે નીકળ્યા.

ભૂરા ભરવાડે આવી ભોળવ્યો,

દીધી તેણે જૂનાણાને જાણ રે;

ઘેલી ગરના રાજા, વાવડી છોડીને વેરે નીકળ્યા.

નથી રે ગાયેલો ચારણ ભાટનો,

ગાયો છે કંઈ નથુડો બારોટ રે;

ઘેલી ગરના રાજા, વાવડી છોડીને વેરે નીકળ્યા.

રસપ્રદ તથ્યો

સૌરાષ્ટ્રના નામચીન બહારવટિયા રામવાળાના રાસડા પ્રચલિત છે. પણ થોડા ફેરફાર સાથે આ કોમ જે રાસડો ગાય છે તે અહીં મૂકું છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966