સાયબા, સડકું બંધાવ્ય
sayaba, saDakun bandhawya
સાયબા, સડકું બંધાવ્ય, આજ મારે વાગડ જાવું;
વાગડ જાવું રે મારે ભૂજ શેર જાવું.
સાયબા તડકું બંધાવ્ય, આજ મારે વાગડ જાવું.
વાગડની વાટે મને તડકલા લાગે; સાયબા, છાંયડી ઢળાવ,
આજ મારે વાગડ જાવું.
વાગડની વાટે મને તરહલડી લાગે; સાયબા, વાવ્યું ખોદાવ્ય,
આજ મારે વાગડ જાવું.
વાગડની વાટે મને ભુખલડી લાગે; સાયબા, કંદોઈ બેસાર,
આજ માર વાગડ જાવું.
sayaba, saDakun bandhawya, aaj mare wagaD jawun;
wagaD jawun re mare bhooj sher jawun
sayaba taDakun bandhawya, aaj mare wagaD jawun
wagaDni wate mane taDakla lage; sayaba, chhanyDi Dhalaw,
aj mare wagaD jawun
wagaDni wate mane tarahalDi lage; sayaba, wawyun khodawya,
aj mare wagaD jawun
wagaDni wate mane bhukhalDi lage; sayaba, kandoi besar,
aj mar wagaD jawun

પાટડી અને બજાણાની વચ્ચે સડક. બે પાસ મજુરોનાં બાવડાં કામે લાગ્યાં. માટીની ટોપલીઓ ઉપાડતી તુરી બહેનોએ ગીત લલકાર્યું.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 130)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966