raja sahebkhan rupala - Lokgeeto | RekhtaGujarati

રાજા સાહેબખાન રૂપાળા

raja sahebkhan rupala

રાજા સાહેબખાન રૂપાળા

રાજા સાહેબખાન રૂપાળા, મોતી ગજરા હેમની માળી;

બંકા બજાણવાળા.

છતરધારી સરદારજી, વખાણે અઢાકરે વરણ:

બાઈઓ બેઠી રૂએ બંગલે, એણે ઉતાર્યાં આભરણ;

વાતું પોગી ધ્રાંગધા, વઢવાણે, જુનોગઢ, રાધનપર જાણે.

હેમર ઘોડા, ઝુલે હાથિયા, રોવે દેહાતોના દરબાર;

ઝૂરે બજાણાંના ઝાડવાં, જેને સૌ વખાણે સંસાર.

પલમાં રાજા હાલ્યા પરવારી, અંદર ઘટા ચડી અસવારી;

નામને રૂએ નરનારી એવા હતા દરબારી.

ગણુ રાહડો ભગે ગાયા, પાંચ લૂંગડાંની પે’રામણી;

દીધાં ઘોડાનાં દાન માગણનાં વધાર્યાં માન.

બંકા બજાણાવાળા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966