namu namu tara namne - Lokgeeto | RekhtaGujarati

નમુ નમુ તારા નામને

namu namu tara namne

નમુ નમુ તારા નામને

નમુ નમુ તારા નામને. દેવ મારા લંભોદરા.

લખ લાભ તણો તું દાતાર, દેવ મારા લંભોદરા.

સોનાની થાળી હરિના હામાં, દેવ મારા લંભોદરા.

તારે સિંદુરનો શણગાર, દેવ મારા લંભોદરા.

તારા ગળે અકોવળ હાર, દેવ મારા લંભોદરા.

કેડ્યે તારે હેમનો દોર, દેવ મારા લંભોદરા.

કાને જનોઈ તણા તાર; દેવ મારા લંભોદરા.

પાંચ લાડુની તમને પૂજા ચડે, દેવ મારા લંભોદરા.

લાંબી સૂંઢે આવે લળકતા, દેવ મારા લંભોદરા,

તું તો સદ બદ તણો ભરથાર, દેવ મારા લંભોદરા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966