nagaranni ranke - Lokgeeto | RekhtaGujarati

નગારાંની રણકે

nagaranni ranke

નગારાંની રણકે

નગારાંની રણકે ડેરા દેજો માણારાય;

ડેરા દેજો, લેર્યું લેજો, માયા રાખજો, હો રાય!

સાથે મારા કિયા ભઈની લેશું જોડ માણારાય!

સાથે મારા ભીખાભાઈની લેશું જોડ, હો રાય!

નગારાંની રણકે ડેરા દેજો, માણારાય;

ડેરા દેજો, લેર્યું લેજો, માયા રાખજો, હો રાય!

સાથે મારા કિયા વવુની લેશું જોડ, માણારાય?

સાથે મારા રંભા વવુની લેશું જોડ, હો રાય;

નગારાંની રણકે ડેરા દેજો, માણારાય;

ડેરા દેજો, લેર્યું લેજો. માયા રાખજો, હો રાય!

વેલડી જોંય તો રાણી સાહેબાની લેજો માણારાય;

બળધ્યા જોયે તો ગામના પટલિયાના લેજો હો રાય!

નગારાંની રણકે ડેરા દેજો, માણારાય;

ડેરા દેજો, લેર્યું લેજો, માયા રાખજો, હો રાય!

હાથીડા જોયેં તો મોરધજ રાજાના લેજો માણારાય;

અંબાડિયું જોયેં તો રાણા રાયને કેજો, હો રાય!

નગારાંની રણકે ડેરા દેજો, માણારાય;

ડેરા દેજો, લેર્યું લેજો, માયા રાખજો, હો રાય!

ઘોડલિયા જોયેં તો મખઈ સાયેબના લેજો, માણારાય;

પલાણિયાં જોયેં તો મખઈયાણી બાને કે’જો, હો રાય!

નગારાંની રણકે ડેરા દેજો, માણારાય;

ડેરા દેજો, લેર્યું લેજો, માયા રાખજો, હો રાય!

રાજા તારી મલપતી જોવાને સઉ લોક આવે, માણારાય;

મલપતી મારા ભીખાભાઈની જોડ, હો રાય!

નગારાંની રણકે, ડેરા દેજો, માણારાય;

ડેરા દેજો, લેર્યું લેજો, માયા રાખડો, હો રાય!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968