mine wawyun jirun - Lokgeeto | RekhtaGujarati

મીંએ વાવ્યું જીરૂં

mine wawyun jirun

મીંએ વાવ્યું જીરૂં

મીંએ વાયું જીરું, મારા દેરને વાવી ભાંજ,

મોરી સૈયરું, વાડમાં વાયું રે મીંએ જીરું.

મારું જીરું પાચ્યું, મારા દેરની ભાંજ કાચી,

મોરી સૈયરું, વાડામાં વાયું રે મીંએ જીરું.

હુંયે હાલી વેચવા, મારા દેર હાલ્યો વેચવા,

મોરી સૈયરું, વાડામાં વાયું રે મીંએ જીરૂં.

મારા આયા રોકડા, મારા દેરને આયા દોકડા,

મોરી સૈયરું, વાડામાં વાયું રે મીએ જીરૂં.

મીંએ લીધી બેડિયું, મારા દેરે લીધો ધોક્કો,

મોરી સૈયરું, વાડામાં વાયું રે મીંએ જીરૂં.

મારી બેડિયું ખખડે, મારા દેરનો હોકો ભભડે,

મારી સૈયરું, વાડામાં વાયું રે મીંએ જીરૂ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968