મારું મૈયરિયું ભાલ ગુજરાત
marun maiyariyun bhaal gujrat
મારું મૈયરિયું ભાલ ગુજરાત, ભાલ ગુજરાતના વડલા હેઠળ;
ફરક ફૂદડી ફરતી’તી.
ચૂડલો લઈ આલ, સે’લ ચૂડલો લઈ આલ, કંકણ સોતી મૈયર વોળાવ્ય;
ફરક ફૂદડી ફરતી’તી.
હાંસડી લઈ આલ, સેલ હાંસડી લઈ આલ, ઝુલણા સોતી મૈયર બોળાવ્ય;
ફરક ફૂદડી ફરતી’તી.
નથડી લઈ આલ, સે’લ નથડી લઈ આલ, ટીલડી સોતી મૈયર વોળાવ્ય;
ફરા ફૂદડી ફરતી’તી.
ઘોઘરો લઈ આલ, સે’લ ઘાઘરો લઈ આલ, ઓઢણી સોતી મૈયર વોળાવ્ય;
ફરક ફૂદડી ફરતી’તી
કડલાં ઘડાય, સેલ કડલાં ઘડાય, કાંબિયુ સોતી મૈયર વોળાવ્ય
ફરક ફૂડી ફરતીતી.
marun maiyariyun bhaal gujrat, bhaal gujratna waDla hethal;
pharak phudDi pharti’ti
chuDlo lai aal, se’la chuDlo lai aal, kankan soti maiyar wolawya;
pharak phudDi pharti’ti
hansDi lai aal, sel hansDi lai aal, jhulna soti maiyar bolawya;
pharak phudDi pharti’ti
nathDi lai aal, se’la nathDi lai aal, tilDi soti maiyar wolawya;
phara phudDi pharti’ti
ghoghro lai aal, se’la ghaghro lai aal, oDhni soti maiyar wolawya;
pharak phudDi pharti’ti
kaDlan ghaDay, sel kaDlan ghaDay, kambiyu soti maiyar wolawya
pharak phuDi phartiti

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 127)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966