jiwo re ghanun banka bhikhaji badur re - Lokgeeto | RekhtaGujarati

જીવો રે ઘણું બંકા ભીખાજી બાદુર રે

jiwo re ghanun banka bhikhaji badur re

જીવો રે ઘણું બંકા ભીખાજી બાદુર રે

જીવો રે ઘણું બંકા ભીખાજી બાદુર રે,

વાગડના ઠાકાર બંકડા રે લ્યો.

હાં રે એવા શૂરવીર બડા સરદાર રે,

ફોજુમાં ફરે ફાંકડા રે લ્યો.

ભીખાજીને તલવાર બંધુક ને તીર રે,

ભાલો જેને હાથ ભજે રે લ્યો.

નાખે નાખે પીળી ઘોડી પલાણ રે,

કેસરિયો એવા કામ કરે રે લ્યો.

ભીખાજીને શક્તિ માતાનું સમરણ રે,

મોર્ય તો અંબે માય છે રે લ્યો.

આપ્યાં અમને કડાં વેઢ ને કેકાણ રે,

આપ્યાં અમને કડાં, વેઢ, ને કેકાણ રે,

રાસડો પથું બારોટ ગાય ‘લ્યો.

રસપ્રદ તથ્યો

વાગડનો ગરાસદાર ઠાકોર બહારવટે ચડ્યો. આ ભટકતી કોમના ટોળાંને વાંસવા અને ઘોડા ગામની સીમમાં એનો પગરસ્તે ભેટો થયો, લોકસાહિત્યના રસિયા બહાવટિયાએ દાન આપી પોતાનો રાસડો ગવરાવ્યો. પથુ બારોટ દેવ થઈ ગયા છે, પણ તેમના દિકરા કલા બારોટે એ રાસડો હારમોનિયમ ઉપર ગાઈ સંભળાવ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966