hun to timarun winwa gaiti re - Lokgeeto | RekhtaGujarati

હું તો ટીમરું વીણવા ગઈતી રે

hun to timarun winwa gaiti re

હું તો ટીમરું વીણવા ગઈતી રે

હું તો ટીમરું વીણવા ગઈતી રે, રાજલ મારવાડી!

હું તો ગરવા ગીરમાં ગઈ’તી રે, રાજલ મારવાડી!

મને ટીમરુંનો કાંટો વાગ્યો, કે રાજલ મારવાડી!

કોઈ પરદેશી પંખીડું આવ્યું, કે રાજલ મારવાડી!

ઓલ્યા પંખીડે નેડલો લગાડ્યો, કે રાજલ મારવાડી!

મારા બાપા દેશે ત્યાં જઈશું, કે રાજલ મારવાડી!

નંઈ તો બાળ કુંવરા રૈ’શું, કે રાજલ મારવાડી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 131)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966