gokul gam raliyamanun - Lokgeeto | RekhtaGujarati

ગોકુળ ગામ રળિયામણું

gokul gam raliyamanun

ગોકુળ ગામ રળિયામણું

ડોંગર ઉપર દેયડી જી રે,

ગામમાં ગોકુળિયું ગામ; રળિયામણું જી રે.

તીયાં વસે માળીડા બે-ચાર રાજ;

ગૂંથે ગૂંથે રાજાજીના હારલા,

ગૂંથે ગૂંથે રાણીજીના ગજરા રાજ;

ગામમાં ગોકુળિયું ગામ રળિયામણું જી રે.

ડોંગર ઉપર દેયડી જી રે,

ગામમાં ગોકુળિયું ગામ, રળિયામણું જી રે.

તીયાં વસે સોનીડા બે-ચાર રાજ;

ઘડે ઘડે રાજાજીના કંદોરિયા,

ઘડે ઘડે ડે રાણીજીના તોડા રાજ;

ગામમાં ગોકુળિયું ગામ રળિયામણું જી રે.

ડોંગર ઉપર દેયડી જી રે.

ગામમાં ગોકુળિયું ગામ રળિયામણું જી રે.

તિયાં વસે સુતારી બે ચાર રાજ.

સુતારી ધડે રાજાજીના ઢોલિયા,

ઘડે ઘડે રાણીજીની ખાટ રાજ;

ગામમાં ગોકુળિયું ગામ રળિયામણું જી રે.

ડોંગર ઉપર દેયડી જી રે.

ગામમાં ગોકુળિયું ગામ રળિયામણું જી રે.

તિયાં વસે વાંઝા બે ચાર રાજ;

વાંઝા વણે રાજાજીનાં મોળિયાં,

વણે વણે રાણીજીની ચૂંદડી રાજ;

ગામમાં ગોકુળિયું ગામ રળિયામણું જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968