ering sonanan - Lokgeeto | RekhtaGujarati

એરીંગ સોનાનાં

ering sonanan

એરીંગ સોનાનાં

ખખેલીના ઝાડ નીચે એરીંગ ખોવાણાં;

એરીંગ ખોવાણાં, મારા એરીંગ સોનાનાં.

એરીંગને બદલે તને ચોરસી ઘડાઈ દઉં,

ચોરસી તારી મેં ક્યા કરું? મારા એરીંગ સોનાનાં.

ખલેલીના ઝાડ નીચે એરિંગ ખોવાણા,

એરીંગ ખોવાણાં, મારા એરીંગ સોનાનાં.

એરીંગને બદલે તને ઝાંઝરી ઘડાઈ દઉં,

ઝાંઝરી તેરી મેં ક્યા કરું? મારા એરીંગ સોનાના.

ખલેલીના ઝાડ નીચે એરીંગ ખોવાણાં,

એરીંગ ખોવાણાં, મારાં એરીંગ સોનાનાં.

એરીંગને બદલે તને કડલાં ઘડાઈ દઉં,

કડલા તેરા મેં ક્યા કરું? મારા એરીંગ સોનાનાં :

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968