chalo aapna deshman - Lokgeeto | RekhtaGujarati

ચાલો આપણા દેશમાં

chalo aapna deshman

ચાલો આપણા દેશમાં

કોયલ રાણી, હાલો આપડા દેશમાં રે,

પિયોર પૂરી, હાલો આપડા દેશમાં રે,

મરઘાનેણી હાલો આપડા દેશમાં રે,

ચિયો રે રંગીલા લાડા, તારો દેશડો રે?

લેજો લેજો ગામડિયાં કેરાં નામ રે;

કોયલ રાણી, હાલો આપડા દેશમાં રે

પિયોર પુરી, હાલો આપડા દેશમાં રે,

મરઘા નેણી, હાલો આપડા દેશમાં રે.

ચિયા રે રંગીલા લાડા, તારા દાદડા રે?

લેજો લેજો માતાજી કેરાં નામ રે;

કોયલ રાણી, હાલો આપડા દેશમાં રે,

પિયોર પુરી, હાલો આપડા દેશમાં રે,

મરઘા નેણી, હાલો આપડા દેશમાં રે,

ચિયા રે રંગીલા લાડા તારા બંધવા રે?

લેજો લેજો બેનડિયું કેરાં નામ રે;

કોયલ રાણી, હાલો આપડા દેશમાં રે,

પિયોર પુરી, હાલો આપડા દેશમાં રે,

પિયોર પુરી, હાલો આપડા દેશમાં રે,

મરઘા નેણી, હાલો આપડા દેશમાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968