tunhi her tankar nirakar bani, - Lokgeeto | RekhtaGujarati

તૂંહી હેર ટંકાર નિરાકાર બાની,

tunhi her tankar nirakar bani,

તૂંહી હેર ટંકાર નિરાકાર બાની,

(છંદ : ભૂજંગી)

તૂંહી હેર ટંકાર નિરાકાર બાની, તૂંહી સ્થાવરં જંગમં પુષ્પ પાંની.

તૂંહી તૂં, તૂંહી તૂં, તૂંહી એક ચંડી, હરિ શંકરી બ્રહ્મ ભાખે અખંડી.

તૂંહી કચ્છ રૂપં ઉદદ્ધં વિલોહી, તૂંહી મોહિની, દેવ-દૈત્યાં-વિમોહી.

તૂંહી વિપ્ર હોમે, સુરાપાન ટારે, તૂંહી કાલ-બાજી રચે, દૈત્ય મારે.

તૂંહી અહલ્યા ઇંદ્રકો માન મોર્યો, તૂંહી જાય કો ભગુકો ગર્વ ગાર્યો.

તૂંહી કામકલા વીશે પ્રેમભીની, તૂંહી દેવ દૈતાં વીશે જસ દીધી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966