tun to warsi ne warsaw mehuliya - Lokgeeto | RekhtaGujarati

તું તો વરસી ને વરસાવ મેહુલિયા

tun to warsi ne warsaw mehuliya

તું તો વરસી ને વરસાવ મેહુલિયા

તું તો વરસી ને વરસાવ મેહુલિયા,

તારી ઘરની ધણિયાણી જુએ વાટ, મેહુલિયા!

ઓત્તર ગાઈજો, દખણ વરસ્યો,

વરસ્યો ચારે ખંડ રે મેહુલિયા!

મેઘની રે માડીએ વિજળીને પૂઈછા,

કેથી મારા મેઘની ભાર રે, મેહુલિયા!

ઓત્તર પાઈકા કોદરા, ને

દખણ પાઈકી જુવાર રે, મેહુલિયા!

કોદરા તે ખાઈને માણી જીયા, ને

રાજ કરે જુવાર રે, મેહુલિયા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966