tun to tare mele hali - Lokgeeto | RekhtaGujarati

તું તો તારે મેળે હાલી

tun to tare mele hali

તું તો તારે મેળે હાલી

તું તો તારે મેળે હાલી, મું તો ઊભો પાણતમાં, મુંતો ઊભો પાણતમાં.

રૂપિયો દેશું રોકડો ને પાણતિયો મેલું રે, મેળે હાલ પરો.

ચંગ ને ઝીંઝોરી જોડી વડલી હેઠેં વાજે રે, મેળે હાલ પરો.

હેતું આયો આંગણે ને ઊગ્યો પૂનમ ચંદો રે, મેળે હાલ પરો.

હવાયેં ચુંદડિયાં ઓઢાં, હેતું બાંધો સાફો રે, મેળે હાલ પરો.

મેળા વાળા ઘેરૈયા ખેલણને લાગા રે, મેળે હાલ પરો.

હાથોમેં ઝાંઝરિયાં બાજે, પગોં મેં ઘૂઘર બાજે રે, મેળે હાલ પરો.

થારા ઘેરૈયા સવાયા લાગે, હેતુ મોડો મા પડજે, મેળે હાલ પરો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966