tumbDi re tumbDi! - Lokgeeto | RekhtaGujarati

તુંબડી રે તુંબડી!

tumbDi re tumbDi!

તુંબડી રે તુંબડી!

ડુંગરથી બિયું આયવું, નંદલાલ! તુંબડી રે તુંબડી.

બિયે ચારો ખોઈ દો, નંદલાલ! તુંબડી રે તુંબડી.

બિયે ફણગો લાઈખો, નંદલાલ! તુંબડી રે તુંબડી.

બિયે વેલો સઈળો, નંદલાલ! તુંબડી રે તુંબડી.

વેલે ફૂલું જઈવું, નંદલાલ! તુંબડી રે તુંબડી.

સોમલો જોઈ જે’લો, નંદલાલ! તુંબડી રે તુંબડી.

ફૂલે આરું જઈવું, નંદલાલ! તુંબડી રે તુંબડી.

આરું મોટું થયું, નંદલાલ! તુંબડી રે તુંબડી.

સોમલો તોડી લાઈવો, નંદલાલ! તુંબડી રે તુંબડી.

ઝીણિયો શાકે મોરે, નંદલાલ! તુંબડી રે તુંબડી.

હિંમતો સાકી જોવે, નંદલાલ! તુંબડી રે તુંબડી.

પશલો રોટલા ઘડે, નંદલાલ! તુંબડી રે તુંબડી.

બચુડો શાકે રાંધે, નંદલાલ! તુંબડી રે તુંબડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 192)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957