tulsiye kaman kidha - Lokgeeto | RekhtaGujarati

તુલસીએ કામણ કીધા.

tulsiye kaman kidha

તુલસીએ કામણ કીધા.

વરઘોડો રે કંઈ વિઠ્ઠલજીનો!

ઘોડાને રે કંઈ ઓરડિયે બાંધવોજી રે!

ઘોડાને રે કંઈ નાગરવેલ્ય નીરાવો રે!

ઘોડાને રે કંઈ ત્રાંબાકુડિયે નીર પાવા રે!

ઘોડાને કંઈ તેત્રીસ શણગાર સજાવો રે!

બાર ગણા કંઈ ઢોલડિયા વગડાવો રે!

શિવ સંતો રે કંઈ શરણાયુંના બે જોટા રે!

ઘોડાને રે કંઈ પવન વેગે ચલાવો રે!

વેવણ રે તું વહેલેરી આવજે રે!

થાળ ભરીને મોતીડાં લાવજે રે!

ઉપર રે કંઈ શ્રીફળ મેલાવજે રે!

મારા વા’લાને વીગતે વધાવજે રે!

રૂડા તુલસીએ કામણ કીધાજી રે!

મારા વહાલાના મન હરી લીધાજી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964