tulsiba re kunwara - Lokgeeto | RekhtaGujarati

તુલસીબા રે કુંવારા.

tulsiba re kunwara

તુલસીબા રે કુંવારા.

વનરા તે વનમાં તુલસીબા રે કુંવારા!

તુલસીને પાણીડા રે મોહનભાઈ રાણા!

મોતીના દાણા..........

તમારા સાસરિયામાં ઊતારા કરતા જાવ રે!

તુલસીને પાણીડા પાવ રે મોહનભાઈ રાણા!

મોતીના દાણા..........

તમારા સાસરિયામાં દાતણ કરતા જાવ રે!

તુલસીને પાણીડા પાવ રે મોહનભાઈ રાણા!

મોતીના દાણા..........

તમારા સાસરિયામાં નાંવણ કરતા જાવ રે!

તુલસીને પાણીડા પાવ રે મોહનભાઈ રાણા!

મોતીના દાણા..........

તમારા સાસરિયામાં ભોજન કરતા જાવ રે!

તુલસીને પાણીડા પાવરે મોહનભાઈ રાણા!

મોતીના દાણા..........

તમારા સાસરિયામાં મુખવાસ કરતા જાવ રે!

તુલસીને પાણી પાવ રે મોહનભાઈ રાણા!

મોતીના દાણા..........

તમારા સાસરિયામાં ઓઢણ કરતા જાવ રે!

તુલસીને પાણીડા પાવ રે મોહનભાઈ રાણા!

મોતીના દાણા..........

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964