sita paniDan gyantan - Lokgeeto | RekhtaGujarati

સીતા પાણીડાં ગ્યાંતાં.

sita paniDan gyantan

સીતા પાણીડાં ગ્યાંતાં.

સાવરે સોનાના સરોવરે સીતા પાણીડાં ગ્યાતાં.

સૈયર મેણલા બોલી, આવડાં સીતા બાળકુંવારાં

પાણીડાં ગ્યાંતા રામની વાડીએ રે લોલ.

રીસભર્યાં સીતા ઘેર પધાર્યા.

આવીને ઢોલિયા ઢાળ્યા. પાણીડાં.

કેમ રે સીતાજી તમારાં માથડા દુઃખ્યાં?

ક્યાંથી આવ્યો તરિયો તાવ? પાણીડા.

સરખી સાહેલી પાણીડાં ગ્યાં’તા.

સહિયર મેણલા બોલી..... પાણીડા.

કહો તો સીતાજી સૂરજ સાથે વરાવું,

કહો તો ચંદ્રમાના માગા. પાણીડા.

સૂરજના તેજ દાદા અતિ ઘણેરા,

ચંદ્રના તેજ રાતના ઝાંખા. પાણીડા.

કહો તો સીતાજી હનુમાન સાથે વરાવું,

કહો તો કૃષ્ણજીના માગા..... પાણીડા.

હનુમાનને તેલ દાદા અતિ ઘણેરા,

કૃષ્ણ દાદા કાળી કુબ્જા વાળા.....

એક રામજી મને મન ભાવ્યા..... પાણીડા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964