kyan wase tulsi? - Lokgeeto | RekhtaGujarati

ક્યાં વસે તુલસી?

kyan wase tulsi?

ક્યાં વસે તુલસી?

ક્યાં વસે તુલસી? ક્યાં વસે રામ?

ક્યાં વસે મારા શ્રી ભગવાન?

શું જમે તુલસી? શું જમે રામ?

શું જમે મારા શ્રી ભગવાન?

ક્યાં પોઢે તુલસી? ક્યાં પોઢે રામ?

ક્યાં પોઢે મારા શ્રી ભગવાન?

ક્યારે વસે તુલસી, મંદિરિયે વસે રામ,

પાલખીએ વસે મારા શ્રી ભગવાન!

દૂધ પીએ તુલસી, સાકર જમે રામ,

કંસાર જમે મારા શ્રી ભગવાન!

ક્યારે પોઢે તુલસી, મંદિરે પોઢે રામ,

પાલખીએ પોઢે મારા શ્રી ભગવાન!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964