kon harina janaiya thashe? - Lokgeeto | RekhtaGujarati

કોણ હરિના જાનૈયા થાશે?

kon harina janaiya thashe?

કોણ હરિના જાનૈયા થાશે?

લગન બાજોઠી સુથારે ઘડી.

ઘડતા શું ઘડીને હીરલે જડી.

સુથારીનો બેટો કામણગરો.

અમને હરિવર વહાલા.

કોણ કોણ દેવ હરિના જાનૈયા થાશે?

ક્યા દેવ થાશે હરિના રખવાળ રે?

અમને હરિવર વહાલા.

રામ અને લક્ષ્મણ હરિના જાનૈયા થાશે.

હનુમાન થાશે રખવાળ રે.

કોણ થાશે લુણવંતી રે?

માતા કુંતાજી હરિની જાનરડી થાશે.

બેની સુભદ્રા થાશે લુણવંતી રે.

અમને હરિવર વહાલા.....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964