ત્રણનો તીક્કો
tranno tikko
ઉંજડ વનમાં તૈણ નદિયું તૈણ નદિયું;
બે ખાલી ને એકમાં પાણી નઈ, પાણી નઈ.
તેમાં વસે તૈણ ગામડાં, તૈણ ગામડાં;
બે ખાલી ને એકમાં વસતિ નઈ, વસતિ નઈ.
તેમાં વસ્યા તૈણ કોંભારી, તૈણ કોંભારી;
બે અણભટ ને એકને આવડે નઈ; આવડે નઈ.
તેમણે ઘડ્યાં તૈણ દોણાં; તૈણ દોણાં;
બે ફૂટલ ને એક હાજુ નઈ, હાજુ નઈ.
તેમાં ઓર્યા તૈણ ચૌખા, તૈણ ચૌખા;
બે કાચા ને એક ચડ્યો નઈ, ચડ્યો નઈ.
જમવા બોલાયા તૈણ ભરામણ, તૈણ ભરામણ;
બે અપવાસી ને એક જમે નઈ, જમે નઈ.
તેમને આલ્યા તૈણ રૂપિયા, તૈણ રૂપિયા;
બે ખોટા, ને એક ચાલે નઈ, ચાલે નઈ.
તેના લીધા તૈણ ખેતર, તૈણ ખેતર;
બે પડતર ને એક ઉખડે નઈ, ઉખડે નઈ.
તેમાં વાયા તૈણ દાણા, તૈણ દાણા;
બે ભોંયમાં ને એક નેંકળે નઈ, નેંકળે નઈ.
તેમાં બોલાયા તૈણ દાડિયા, તૈણ દાડિયા;
બે અણભટ ને એકને આવડે નઈ, આવડે નઈ.
એમાં બોલાયા તૈણ દાક્તર, તૈણ દાક્તર;
બે માંદા ને એકથી હલાઈ નઈ, હલાઈ નઈ.
unjaD wanman tain nadiyun tain nadiyun;
be khali ne ekman pani nai, pani nai
teman wase tain gamDan, tain gamDan;
be khali ne ekman wasti nai, wasti nai
teman wasya tain kombhari, tain kombhari;
be anbhat ne ekne aawDe nai; aawDe nai
temne ghaDyan tain donan; tain donan;
be phutal ne ek haju nai, haju nai
teman orya tain chaukha, tain chaukha;
be kacha ne ek chaDyo nai, chaDyo nai
jamwa bolaya tain bharaman, tain bharaman;
be apwasi ne ek jame nai, jame nai
temne aalya tain rupiya, tain rupiya;
be khota, ne ek chale nai, chale nai
tena lidha tain khetar, tain khetar;
be paDtar ne ek ukhDe nai, ukhDe nai
teman waya tain dana, tain dana;
be bhonyman ne ek nenkle nai, nenkle nai
teman bolaya tain daDiya, tain daDiya;
be anbhat ne ekne aawDe nai, aawDe nai
eman bolaya tain daktar, tain daktar;
be manda ne ekthi halai nai, halai nai
unjaD wanman tain nadiyun tain nadiyun;
be khali ne ekman pani nai, pani nai
teman wase tain gamDan, tain gamDan;
be khali ne ekman wasti nai, wasti nai
teman wasya tain kombhari, tain kombhari;
be anbhat ne ekne aawDe nai; aawDe nai
temne ghaDyan tain donan; tain donan;
be phutal ne ek haju nai, haju nai
teman orya tain chaukha, tain chaukha;
be kacha ne ek chaDyo nai, chaDyo nai
jamwa bolaya tain bharaman, tain bharaman;
be apwasi ne ek jame nai, jame nai
temne aalya tain rupiya, tain rupiya;
be khota, ne ek chale nai, chale nai
tena lidha tain khetar, tain khetar;
be paDtar ne ek ukhDe nai, ukhDe nai
teman waya tain dana, tain dana;
be bhonyman ne ek nenkle nai, nenkle nai
teman bolaya tain daDiya, tain daDiya;
be anbhat ne ekne aawDe nai, aawDe nai
eman bolaya tain daktar, tain daktar;
be manda ne ekthi halai nai, halai nai



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 148)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968