ટીલડી
tilDi
સવા મણ સોનું ને અધમણ રૂપું
તેની મને ટીલડી ઘડાવી.
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
ટીલડી પહેરીને અમે સસરા ઘેર ગ્યા’તાં
સાસુએ મોં મચકોડ્યાં
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
કેમ રે સાસુજી તમે મોં મચકોડ્યાં?
મારે બાપે ઘડાવી, મારી માતાએ મઢાવી
તેની મને ટીલડી ઘડાવી.
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
ટીલડી પહેરીને અમે જેઠ ઘેર ગ્યાં’તાં
જેઠાણીએ મોં મચકોડ્યાં
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
કેમ રે જેઠાણી તમે મોં મચકોડ્યાં?
મારે કાકે ઘડાવી, માર કાકીએ મઢાવી
તેની મને ટીલડી ઘડાવી.
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
ટીલડી પહેરીને અમે દિયર ઘેર ગ્યાં’તાં
દેરાણીએ મોં મચકોડ્યાં
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
કેમ રે દેરાણી તમે મોં મચકોડ્યાં?
મારે વીરે ઘડાવી, મારી ભોજાઈએ મઢાવી
તેની મને ટીલડી ઘડાવી
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
ટીલડી પહેરીને અમે જળ ભરવા ગ્યાં’તાં
ત્યાં તો મને ટીલડી ગમાણી રે
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
ગામે ગામના ભોઇયા તેડાવું
જળમાં જાળીઓ મેલાવું
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
ટીલડી જડે તો મારી નણંદબઈને આપું
ભાણેજને ધોતિયાં ઓઢાડું
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
આ તો મારી હતી ને મને રે જડી
નણંદબઈને ક્યાંથી રે આલું
ઓ સહિયરો મારી, ટીલડી રે મારી નેણાંમાં રહે છે.
sawa man sonun ne adhman rupun
teni mane tilDi ghaDawi
o sahiyro mari, tilDi re mari nenanman rahe chhe
tilDi paherine ame sasra gher gya’tan
sasue mon machkoDyan

kem re sasuji tame mon machkoDyan?
mare bape ghaDawi, mari mataye maDhawi

tilDi paherine ame jeth gher gyan’tan
jethaniye mon machkoDyan

kem re jethani tame mon machkoDyan?
mare kake ghaDawi, mar kakiye maDhawi

tilDi paherine ame diyar gher gyan’tan
deraniye mon machkoDyan

kem re derani tame mon machkoDyan?
mare wire ghaDawi, mari bhojaiye maDhawi

tilDi paherine ame jal bharwa gyan’tan
tyan to mane tilDi gamani re

game gamna bhoiya teDawun
jalman jalio melawun

tilDi jaDe to mari nanandabine apun
bhanejne dhotiyan oDhaDun

a to mari hati ne mane re jaDi
nanandabine kyanthi re alun

(અસારવામાં કુબેરપુરાની ભીલ સમુદાયની બહેનોએ આ ગીત સંભળાવ્યું. આ ભીલો ડીસા અને મારવાડની સરહદ ઉપરના હોઈ તેઓ ગાય ત્યારે થોડી મારવાડી હલક પણ આવે છે.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959