jhalawaDi Dhol - Lokgeeto | RekhtaGujarati

ઝાલાવાડી ઢોલ

jhalawaDi Dhol

ઝાલાવાડી ઢોલ

એક ઝાલાવાડી ઢોલ, ઝેણ જંતર વાગે;

કે મને ઢોલીડે રમવા મેલ, ભરવાડિયા રે,

ઓલી મોર જઉં તો ઢોલે રમું.

કે મને ડોકેથી દાણિયું ટોકું પડે;

કે મને દણિયાના કોડ પૂરા કર, ભરવાડિયા રે.

ઓલી મોર જઉં તો ઢોલે રમું.

એક ઝાલાવાડી ઢોલ, ઝેણ જંતર વાગે;

કે મને ઢોલીડે રમવા મેલ, ભરવાડિયા રે,

ઓલી મોર જઉં તો ઢોલે રમું.

કે મને ડોકેથી ઝરમર ટોંકી પડે;

કે મને ઝરમરના કોડ પૂરા કર, ભરવાડિયા રે,

મોર જઉં તો ઢોલે રમું.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના કુંવાર ગામની બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968