tari gharni dhaniani juwe wat - Lokgeeto | RekhtaGujarati

તારી ઘરની ધણીઆણી જુવે વાટ

tari gharni dhaniani juwe wat

તારી ઘરની ધણીઆણી જુવે વાટ

તારી ઘરની ધણીઆણી જુવે વાટ, દલીના મેવલીઆ.

તારા નાથેલા ધોરી જુવે વાટ, દલીના મેવલીઆ.

તારા હરખેલા હારી જુવે વાટ, દલીના મેવલીઆ.

તારી પોહેલી પરજા જુવે વાટ, દલીના મેવલીઆ.

તારા ચલીયાં ચબઈડાં જુવે વાટ, દલીના મેવલીઆ.

તમે વરસો રે દુનિયાના મેઘ, દલીના મેવલીઆ.

તમે વરસો રે કાળુડા મેઘ, દલીના મેવલીઆ.

તમે વરસ્યે તે હોય લીલા લે’ર, દલીના મેવલીઆ.

તમે વરસીને ભરો રે તળાવ, દલીના મેવલીઆ.

રસપ્રદ તથ્યો

અષાઢ બેસી જાય ને વરસાદ મોડો આવે, ખેંચાય ત્યારે હળપતિઓ પાટલા ઉપર હાથીની સ્થાપના કરી તેના ઉપર ઘીલોડીની લીલી વેલ ઓઢાડી ગામમાં ઘેર ઘેર ફરે. (સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખેંચાય ત્યારે સ્ત્રીઓ ગાતી ગાતી વરસાદ માગવા નીકળે છે ને ઘેર ઘેરથી દાણા ઉઘરાવે છે.) ને તે વખતે મહુલાનું ગીત ગાય છે. ઘરે ઘરે જાય. સ્ત્રીઓ આ ઇંદ્રદેવ ઉપર પાણી રેડે, ને ગાનારી સ્ત્રીઓને દાણા આપે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 192)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966