tame ma’dhewji tapsa - Lokgeeto | RekhtaGujarati

તમે મા’ધેવજી તપસા

tame ma’dhewji tapsa

તમે મા’ધેવજી તપસા

તમે મા’ધેવજી તપસા ચાલ્યા,

અમે તમારી સાથે જી રે.

અમારે માથે ઝાઝી જટાઓ,

તે દેખી તમે ડરશો જી રે.

અમારી સાથે શિવજી સરખા,

અમને શેની બીકો જી રે.

તમે મા’ધેવજી તપસા ચાલ્યા,

અમે તમારી સાથે જી રે.

અમારે શરીરે ઝાઝી ભભૂતી,

તે દેખી તમે ડરશો જી રે.

અમારા સાથે શિવજી સરખા,

અમને શેની બીકો જી રે.

અમારા હાથોમાં લાલ ડંગોરા,

તે દેખી તમે ડરશો જી રે.

અમારી સાથે શિવજી સરખા,

અમને શેની બીકો જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957