suta suDa ne, suta popat - Lokgeeto | RekhtaGujarati

સૂતા સૂડા ને, સૂતા પોપટ

suta suDa ne, suta popat

સૂતા સૂડા ને, સૂતા પોપટ

સૂતા સૂડા ને, સૂતા પોપટ,

સૂતા વનના મોર,

ના સૂતો મારો બાલુડો ભાઈ,

એનો કોણ રે નિંદર ચોર?

સૂતા રે સૂડા ને સૂતા પોપટ

સૂતા રૂડા રામ;

એક સૂતો મારો ભાઈ;

જેણે જગાડ્યું આખું ગામ !

એક ઘડી તું સૂઈ જા રે, ભાઈ !

મારે ઘરમાં ઝાઝાં કામ.

કામ ને કાજ, રહેવા દેજો,

ભાઈને લઈને બેસી રહેજો.

કામકાજને મૂકો પડતાં;

ભાઈ મારા ને રાખો રડતા!

હાલો, હાલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963