suro uigo re sarawariyani pale - Lokgeeto | RekhtaGujarati

સૂરો ઊઈગો રે સરવરિયાની પાળે

suro uigo re sarawariyani pale

સૂરો ઊઈગો રે સરવરિયાની પાળે

સૂરો ઊઈગો રે સરવરિયાની પાળે

કે વાંણેલાં ભલે વાયાં.

દાતણ સારશે રે સરવરિયાની પાળે—કે વાણેલાં ભલે વાયાં.

મોંઢા ધોજો રે સરવરિયાની પાળે,—કે વાણેલાં ભલે વાયાં

મોંઢાં ધોજો રે ઝારીને પાણીએ,—કે વાણેલાં ભલે વાયાં

મુખ લો’જો રે પાંમરીને છેડે,—કે વાણેલાં ભલે વાયાં

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963