ગંગાબેન તમો રમો રે
gangaben tamo ramo re
ગંગાબેન તમો રમો રે ફૂલવાડીમાં,
તમારા સસરાજીને માથે છે પાઘડી,
એ તો રબારીને વેશે જોવા આવે રે. (2)
ગંગાબેન તમો રમે રે ફૂલવાડીમાં,
તમારા સાસુજીને ઘમ્મરિયો ઘાઘરો રે,
એ તો રબારણ વેશે જોવા આવે રે. (2)
ગંગાબેન તમો રમો રે ફૂલવાડીમાં,
તમારા નણંદના હાથોમાં છે સાબડી,
એ તો માલણને વેશે જોવા આવે રે. (2)
ગંગાબેન તમો રમો રે ફૂલવાડીમાં,
તમારા દીયરના હાથોમાં છે લાકડી,
એ તો શિકારીના વેશે જોવા આવે રે. (2)
ગંગાબેલ, તમો રમો રે ફૂલવાડીમાં.
gangaben tamo ramo re phulwaDiman,
tamara sasrajine mathe chhe paghDi,
e to rabarine weshe jowa aawe re (2)
gangaben tamo rame re phulwaDiman,
tamara sasujine ghammariyo ghaghro re,
e to rabaran weshe jowa aawe re (2)
gangaben tamo ramo re phulwaDiman,
tamara nanandna hathoman chhe sabDi,
e to malanne weshe jowa aawe re (2)
gangaben tamo ramo re phulwaDiman,
tamara diyarna hathoman chhe lakDi,
e to shikarina weshe jowa aawe re (2)
gangabel, tamo ramo re phulwaDiman
gangaben tamo ramo re phulwaDiman,
tamara sasrajine mathe chhe paghDi,
e to rabarine weshe jowa aawe re (2)
gangaben tamo rame re phulwaDiman,
tamara sasujine ghammariyo ghaghro re,
e to rabaran weshe jowa aawe re (2)
gangaben tamo ramo re phulwaDiman,
tamara nanandna hathoman chhe sabDi,
e to malanne weshe jowa aawe re (2)
gangaben tamo ramo re phulwaDiman,
tamara diyarna hathoman chhe lakDi,
e to shikarina weshe jowa aawe re (2)
gangabel, tamo ramo re phulwaDiman



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963