surangano melo - Lokgeeto | RekhtaGujarati

સુરંગાનો મેળો

surangano melo

સુરંગાનો મેળો

નહોતું જાવું રે સુરંગાને મેળે.

બાર બાર વરસે સુથારી તેડાવ્યો,

માંડવડી ઘડી લાવો કુવેલબાઈ. નહોતું.

બાર બાર વરસે લુહારી તેડાવ્યો,

માંડવડી મઢી લાવો કુવેલબાઈ. નહોતું.

બાર બાર વરસે કુંભારી તેડાવ્યો,

પૈડાયાં લઈ આવો કુવેલબાઈ. નહોતું.

બાર બાર વીરસે પીંજારી તેડાવ્યો,

દિવેટો કરી લાવો કુવેલબાઈ. નહોતું.

બાર બાર વરસે ઘાંચીડો તેડાવ્યો,

તેલડાં લઈ આવો કુવેલબાઈ. નહોતું.

રસપ્રદ તથ્યો

અસારવા રણછોડપુરાની વાઘરી બહેનોએ આપેલું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959