sumre oDhaDi leel pamari - Lokgeeto | RekhtaGujarati

સુમરે ઓઢાડી લીલ પામરી

sumre oDhaDi leel pamari

સુમરે ઓઢાડી લીલ પામરી

નણંદ ભોજાઈ પાણીડાં સંચર્યાં મોરા રાજ!

બેડાં મૂક્યાં સરવરપાળ, ઇંઢોણી વળગાડી આંબાડાળ,

આવી આવી સુમરાની જાન, ઘડો ભરીને પાણી પી ગયા મોરા રાજ,

નણદલ મોરાં સુમરાને જાય, સુમરો ઓઢાડે પામરી મોરા રાજ,

નણંદબાને ચટકે ચડિયેલ રીસ, બેડલાં ઉપાડી ઘેર આવ્યાં મોરા રાજ,

માતા મોરાં બેડલિયાં ઉતારાવો, છાતી ફાટે ને ધરતી ધમધમે મોરા રાજ,

દીકરી મારી, કોણે દીધી ગાળ? ભાભી મેવાસી મેણાં બોલ્યાં મોરા રાજ,

વીરા મોરા સાંઢણી શણગાર, મારે જાવું સુમરાના દેશમાં મોરા રાજ,

દાસી મારી દીવડલો અંજવાળ્ય, મારે જાવું સુમરાના દેશમાં મોરા રાજ,

આવ્યો આવ્યો સુમરાનો દેશ, રતના, સાંઢણી ઊભી રાખ્ય મોરા રાજ,

આવ્યો આવ્યો સુમરાનો દેશ, સુમરે ઓઢાડી લીલી પામરી મોરા રાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966