નહિ જાઉં હું તો સાસરે
nahi jaun hun to sasre
દાદા, રૂડી રામાયણ મગાવશું રે,
દાદા, વાંચશું, ને ચારશું ધેન;
દાદા, હવે નહિ જાઉં હું તો સાસરે રે.
ધીડી પિયરનાં સુખ શું કામના રે?
ધીડી, સાસરાની શૂળી ઉપર છાંય;
પેટ, જાવું જોશે જરૂર સાસરે રે.
કાકા, રૂડી રામાયણ મંગાવશું રે,
કાકા, વાંચશું ને ચારશું ઘેન;
કાકા, હવે નહિ જાઉં હું તો સાસરે રે,
ભત્રીજ, પિયરનાં સુખ શું કામના રે?
ભત્રીજ, સાસરાની શૂળી ઉપર છાંય
પેટ, જાવું જોશે જરૂર સાસરે રે.
વીરા, રૂડી રામાયણ મંગાવશું રે;
વીરા, વાંચશું ને ચારશું ઘેન,
વીરા, હવે નહિ જાઉં હું તો સાસરે રે.
બેની, પિયરનાં સુખ શું કામના રે?
બેની સાસરાની સૂડી ઉપર છાંય;
બેની, જાવું જોસે જરૂર સાસરે રે.
મામા, રૂડી રામાયણ મંગાવશું રે;
મામા, વાંચશું ને ચારશું ઘેન.
મામા, હવે નહિ જાઉં હું તો સાસરે રે.
ભાણેજ, પિયરનાં સુખ શું કામનાં રે?
ભાણેજ, સાસરાની શૂળી ઉપર છાંય;
ભાણેજ, જાવું જોશે જરૂર સાસરે રે,
dada, ruDi ramayan magawashun re,
dada, wanchashun, ne charashun dhen;
dada, hwe nahi jaun hun to sasre re
dhiDi piyarnan sukh shun kamna re?
dhiDi, sasrani shuli upar chhanya;
pet, jawun joshe jarur sasre re
kaka, ruDi ramayan mangawashun re,
kaka, wanchashun ne charashun ghen;
kaka, hwe nahi jaun hun to sasre re,
bhatrij, piyarnan sukh shun kamna re?
bhatrij, sasrani shuli upar chhanya
pet, jawun joshe jarur sasre re
wira, ruDi ramayan mangawashun re;
wira, wanchashun ne charashun ghen,
wira, hwe nahi jaun hun to sasre re
beni, piyarnan sukh shun kamna re?
beni sasrani suDi upar chhanya;
beni, jawun jose jarur sasre re
mama, ruDi ramayan mangawashun re;
mama, wanchashun ne charashun ghen
mama, hwe nahi jaun hun to sasre re
bhanej, piyarnan sukh shun kamnan re?
bhanej, sasrani shuli upar chhanya;
bhanej, jawun joshe jarur sasre re,
dada, ruDi ramayan magawashun re,
dada, wanchashun, ne charashun dhen;
dada, hwe nahi jaun hun to sasre re
dhiDi piyarnan sukh shun kamna re?
dhiDi, sasrani shuli upar chhanya;
pet, jawun joshe jarur sasre re
kaka, ruDi ramayan mangawashun re,
kaka, wanchashun ne charashun ghen;
kaka, hwe nahi jaun hun to sasre re,
bhatrij, piyarnan sukh shun kamna re?
bhatrij, sasrani shuli upar chhanya
pet, jawun joshe jarur sasre re
wira, ruDi ramayan mangawashun re;
wira, wanchashun ne charashun ghen,
wira, hwe nahi jaun hun to sasre re
beni, piyarnan sukh shun kamna re?
beni sasrani suDi upar chhanya;
beni, jawun jose jarur sasre re
mama, ruDi ramayan mangawashun re;
mama, wanchashun ne charashun ghen
mama, hwe nahi jaun hun to sasre re
bhanej, piyarnan sukh shun kamnan re?
bhanej, sasrani shuli upar chhanya;
bhanej, jawun joshe jarur sasre re,



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968