sonani saliono manDwo - Lokgeeto | RekhtaGujarati

સોનાની સળીઓનો માંડવો.

sonani saliono manDwo

સોનાની સળીઓનો માંડવો.

સોનાની સળીઓનો માંડવો રે!

રૂપા સ્થંભ રોપાયા, બાળા જોબનમાં માંડવો રચ્યો રે!

ક્યા ભાઈને ઘેર શુકન ગોરી રે!

મીઠા બોલી છે નાર,

મીઠે ને બોલે દિલ વસ્યાં રે,

હૈયે હરખ માય!

હરખે શું આપ્યા બેસણા રે,

દૂધ ધોયા છે પગ,

બાળા જોબનમાં માંડવો રચ્યો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964