sona watakDiman keshar ghoryan - Lokgeeto | RekhtaGujarati

સોના વાટકડીમાં કેશર ઘોર્યાં

sona watakDiman keshar ghoryan

સોના વાટકડીમાં કેશર ઘોર્યાં

સોના વાટકડીમાં કેશર ઘોર્યાં,

માથે ગોરસના ગોરા; મૈયારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

વનરામાં ગઈ તો મને કાનુડે રોકી,

રમવાને રોકાઈ ગ્યાં’તાં; મૈયારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

સસરો પૂછે કે વહુ શીદ વાર લાગી?

ક્યાં તમે રોકાઈ ર્યાં’તા? મૈયારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

મારગ હાલું તો મને મેહુલીયો ભીંજવે,

આંબલાને થડયેં ઉભાં ર્યાં’તાં; વવારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

સોના વાટકડીમાં કેશર ઘોર્યાં,

માથે ગોરસના ગોરા; મૈયારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

વનરામાં ગઈ તો મને કાનુડે રોકી,

રમવાને રોકાઈ ર્યાં’તાં; મૈયારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

જેઠજી પૂછે કે, વહુ શીદ વાર લાગી?

ક્યાં તમે રોકાઈ ર્યાં’તાં? વવારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

મારગ હાલું તો મને મેહુલીયો ભીંજવે,

આંબલાને થડયેં ઉભાં ર્યાં’તાં; વવારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

સોના વાટકડીમાં કેશર ઘોર્યાં,

માથે ગોરસના ગોરા; મૈયારૂ મઈ વેચવાને ગ્યાં’તાં.

વનરામાં ગઈ તો મને કાનુડે રોકી,

રમવાને રોકાઇ ર્યાં’તાં: મૈયારૂં મઈ વેચવાને ગ્યાં’તાં.

પરણ્યો પૂછે કે, ગોરી શીદ વાર લાગી?

ક્યાં તમે રોકાઈ ર્યાંતાં? વવારૂ મઈ વેચવાને ગ્યાં’તાં.

મારગ હાલું તો મને મેહુલીયો ભીંજવે,

આંબલાને થડ્યે ઉભાં ર્યાંતાં: વવારૂ મઈ વેચવાને ગ્યાં’તાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 223)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966