sona inDhoni rupa beDalun - Lokgeeto | RekhtaGujarati

સોના ઇંઢોણી રૂપા બેડલું

sona inDhoni rupa beDalun

સોના ઇંઢોણી રૂપા બેડલું

સોના ઇંઢોણી રૂપા બેડલું,

મીઠા પાણીડાં જાય ગુજરી!

ચોરે બેઠલ તેનો સસરો વા’રે,

મીઠા પાણીડાં જાય ગુજરી,

તમારા વાર્યાં નહીં વળું,

મારે જઈ જોવી બજાર ગુજરી,

માચીએ બેઠેલ સાસુ વારે,

મીઠાં પાણી જાવ ગુજરી,

તમારા વાર્યાં નહીં વળું,

મારે જઈ જોવી બજાર ગુજરી,

બાગશાહી બાદશાહ હેઠે ઉતર્યા,

તારું મુખ દેખાડ ગુજરી?

મારૂં મુખ દેખાડશે ચાંદો સુરજ.

સોના ઈંઢોણી રૂપા બેડલું,

મીઠા પાણીડા જાય ગુજરી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964