sona inDholi ne rupa beDalun re lol! - Lokgeeto | RekhtaGujarati

સોના ઈંઢોળી ને રૂપા બેડલું રે લોલ!

sona inDholi ne rupa beDalun re lol!

સોના ઈંઢોળી ને રૂપા બેડલું રે લોલ!

સોના ઈંઢોળી ને રૂપા બેડલું રે લોલ!

પાણીડાં ગ્યાતાં જમના રે લોલ!

જમનાજીના કાંઠે કદમ કેરું ઝાંડવું રે લોલ!

નવલખ ધેનું ને પરભુજી ચારતા રે લોલ!

રાધારાણી ભાતલીયા દઈ જાય રે લોલ!

ભાતલીયાની વાટ ફૂલો વીણતાં રે લોલ!

વીણતાં વીણતાં ડશીયો કાળીલો નાગરે લોલ!

પરભુજી પાંહે કડવો લીંબડો રે લોલ!

વાટીઘૂટી રાધાજીને પાયો રે લોલ!

પરભુજીએ ડુંગર ચડી દડુલો દોડાવીયો રે લોલ!

જઈ પડ્યો જમનાજીને માંહ.....જમનાજીના કાંઠે કદમ.

ઝાડવે વીંટાણો છે કાળો નાગ રે લોલ!

કાળા નાગને પરભુ કર્યો પોથીયો રે લોલ!

નાગણીયું કરે રે વિલાપ, બાળ રંડાપા પરભુ દોહ્યાલાં રે લોલ!

રંડાપામાં આપું ધંધુકા ધોળકુ રે લોલ!

અમને આપો અમારો ભરથાર, બાળ રંડાપો દોયલો રે લોલ!

તારો નાથ કરડ્યા રે મારી ગોરાંદેને રે લોલ!

તેથી તમને આવ્યા છે રંડાપા, આજ રે બાળ રંડાપા દોયલાં રે લોલ!

જાવ જાવ નાગને કરું છું સજીવ, જમનાને અડતા આવશે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964