solshe satiDan shobhtan re - Lokgeeto | RekhtaGujarati

સોળશે સાતીડાં શોભતાં રે

solshe satiDan shobhtan re

સોળશે સાતીડાં શોભતાં રે

સોળશે સાતીડાં શોભતાં રે વાંસે વાછરૂંનાં વાઘ જો.

હરીને ભાવે ગોરસડાં રે, ગ્યા છે પાડોશણને ઘેર જો.

પાડોશણ પાણીડાં સંચરી રે, દીઠાં દીધેલાં બાર જો.

સાંકળ ઊઘાડી વા’લો જોઈ રહ્યો રે, છીંકે દીઠાં મહીનાં માટ જો.

મ્હીમાં મારી છે વા’લે મોરલી રે, થઈ છે ગેરસની ધાર જો.

હેઠા બેસી આરોગજો રે, તમારી પાસે નથી બેઠું કોઈ જો.

ત્યાં તો આવી વૃજસુંદરી રે, ઝાલ્યો મહીડાનો ચોર જો.

કોઈ કે’ સાહેલી, એને બાંધજો રે, બાંધો એના હાથ જો.

હાથનો માર્યો હરિએ આંચકો રે, વા’લે દીધી છે દોટ જો.

મોતી વેરાણાં ચંદન ચોકમાં રે, તૂટ્યો નવલખો હાર જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 262)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ધીરજલાલ ડી. જોગાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966