સીતાને રાવણ રીઝવે
sitane rawan rijhwe
સીતાને રાવણ રીઝવે,
સીતા છોડી દો રામનું નામ – સીતાને.
સીતા, કો’ તો લઈ આલું કલ્લાં જો,
સીતા, છોડી દો રામનું નામ – સીતાને.
તારાં કલ્લાં પથ્થરે પછાડું, નહિ છોડું રામનું નામ જો.
સીતા કો’ તો લઈ આલું આંહડીઓ જો,
સીતા, છોડી દો રામનું નામ – સીતાને.
તારી આંહડીને પથ્થરે પછાડું, નહિ છોડું રામનું નામ જો.
સીતા, કો’ તો કાંબી ને કડલાં લઈ આલું જો – સીતાને.
તારાં કાંબી ને કડલાં પથ્થરે પછાડું, નહિ છોડું રામનું નામ જો.
સીતા, લઈ આલું ચૂંદડી ને ટીલડી જો – સીતાને.
તારી ચૂંદડીને ટીલડીમાં લાગે લાય જો, નહિ છોડું રામનું નામ જો.
સીતા, તારે કાજે મહેલ મોલાત જો – સીતાને.
તારા મહેલો ને મોલાતમાં લાગી લાય જો, નહિ છોડું રામનુ નામ જો.
sitane rawan rijhwe,
sita chhoDi do ramanun nam – sitane
sita, ko’ to lai alun kallan jo,
sita, chhoDi do ramanun nam – sitane
taran kallan paththre pachhaDun, nahi chhoDun ramanun nam jo
sita ko’ to lai alun anhDio jo,
sita, chhoDi do ramanun nam – sitane
tari anhDine paththre pachhaDun, nahi chhoDun ramanun nam jo
sita, ko’ to kambi ne kaDlan lai alun jo – sitane
taran kambi ne kaDlan paththre pachhaDun, nahi chhoDun ramanun nam jo
sita, lai alun chundDi ne tilDi jo – sitane
tari chundDine tilDiman lage lay jo, nahi chhoDun ramanun nam jo
sita, tare kaje mahel molat jo – sitane
tara mahelo ne molatman lagi lay jo, nahi chhoDun ramanu nam jo

(માધુપુરાના ઠાકોરવાસની બહેનોએ ગાયેલું.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959