sita aapni nanapanni mayare - Lokgeeto | RekhtaGujarati

સીતા આપણી નાનપણની માયારે

sita aapni nanapanni mayare

સીતા આપણી નાનપણની માયારે

સીતા આપણી નાનપણની માયારે

કોયેને નખે કેતી બાલમાં

સીતા તને ઝાઝર લઈ આલુ રે

કોયેલ નખે કેતી બાલમાં

સીતા તને કોતળી કુદાવું રે

કોયેને નખે કેતી બાલમાં.

સીતા તારો કબજો ફાટેલો રે

કોયેને નખે કેતી બાલમાં

સીતા તને કબજો લઈ આલુ રે

કોયેને નખે કેતી બાલમાં

સીતા તારી સાડી ફાટેલી રે

કોયેને નખે કેતી બાલમાં

સીતા આપણી નાનપણની માયા રે

કોયેને નખે કેતી બાલમાં

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959